Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરપ્રેમમાં આડખીલીરૂપ પતિની હત્યાના કેસમાં પત્ની તથા પ્રેમીને ઝડપી લેતી પોલીસ -...

પ્રેમમાં આડખીલીરૂપ પતિની હત્યાના કેસમાં પત્ની તથા પ્રેમીને ઝડપી લેતી પોલીસ – VIDEO

નાઘેડી નજીક આરોપીઓ દ્વારા મૃતકને લાકડી વડે માર મારી મોત નિપજાવી લાશને સળગાવી નાખી : પંચ બી પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

- Advertisement -

નાઘેડી નજીક થયેલ યુવાનની હત્યાના કેસમાં પંચકોશી બી ડીવીઝન પોલીસે મૃતકની પત્ની સહિત બે શખ્સોને ઝડપી લીધા હતાં અને મૃતકના પત્નીને આરોપી સાથે પ્રેમસંબંધ હોય તે બાબતે મૃતકને જાણ થઈ જતાં પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ યુવાનને કપાળના તથા માથાના ભાગે લાકડી વડે માર મારી મોત નિપજાવી પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધાનો પોલીસ તપાસમાં ખૂલ્યુ હતું. પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં લહેર તળાવના કાંઠે આવેલા ઝુંપડામાં રહેતાં કિશોર ઉર્ફે કેહલો ધાનસુરભાઈ જીવાભાઈ સુમાત નામના યુવાનને ગુરૂવારે રાત્રિના સમયે તેના ઝુંપડાની બહાર ખાટલામાં નિંદ્રાધિન હાલતમાં હતો તે દરમિયાન અજાણ્યા શખ્સોએ હથિયારો વડે આડેધડ ઘા મારી ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હતી. તેમજ હત્યા નિપજાવ્યા બાદ મૃતદેહને સળગાવી નાખી પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક આર બી દેવધાના સુપરવીઝન હેઠળ પંચકોશી બી ડીવીઝન થતા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, પીઆઈ આર.કે. કરમટા, સર્કલ પીઆઈ વી.એસ. પટેલ, પંચ બી ડીવીઝનના પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, પંચકોશી બી ડીવીઝન તથા એલસીબીના સ્ટાફ આ કેસના આરોપીની શોધખોળમાં હતાં આ દરમિયાન પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા ટીમને શંકાસ્પદ મોબાઇલ નંબરને આધારે તપાસ હાથ ધરતા મૃતકના પત્ની જીવણીબેન કિશોર સુમાત તથા તેના પ્રેમી સગરાજ દેવકરણભાઈ વેહળાભાઈ સુમાત નામના બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતાં.

- Advertisement -

આરોપીઓની પૂછપરછ હાથ ધરતાં મૃતકના પત્ની જીવણીબેનને આરોપી સગરાજ સાથે પ્રેમ સંબંધ હોય અને બંને મોબાઇલ ફોનમાં વાત કરતાં હોય. જે બાબતે મૃતકને જાણ થઈ જતાં બંને વચ્ચે પ્રેમસંબંધમાં આડ ખીલીરૂપ હોય બંને આરોપીઓએ મારી નાખવાનું કાવતરું રચી મૃતકને કપાળના તથા માથાના ભાગે લાકડી વડે માર મારી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ તેની લાશ ઉપર પેટ્રોલ છાંટી લાશ સળગાવી નાખી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા તથા આર.કે. કરમટા, સર્કલ પીઆઈ વી.એસ. પટેલ, પંચ બી ડીવીઝનના પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, એએસઆઈ એમ.એલ. જાડેજા તથા દિલીપ તલાવડિયા, હેકો એમ.વી. ભુંડિયા, ડી.જી. ઝાલા, નિર્મલસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ, પો.કો. ખીમાભાઈ જોગલ, જિગ્નેશભાઈ કાનાણી, ભયપાલસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી, જયપાલસિંહ જાડેજા, કનુભાઈ હુંબલ, અજયભાઇ વિરડા, ચિરાગ વિંઝુડા, કલ્પેશ મૈયડ, બળવંતસિંહ પરમાર, જનકબેન ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular