Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરકોલકાત્તાની ઘટનાનો જામનગર જુનિયર ડૉકટર એસોસિએશનનો વિરોધ - VIDEO

કોલકાત્તાની ઘટનાનો જામનગર જુનિયર ડૉકટર એસોસિએશનનો વિરોધ – VIDEO

- Advertisement -

કોલકત્તામાં ફરજ પર રહેલી તબીબ યુવતિ સાથે દુષ્કર્મ અને ક્રુર હત્યાની નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર દેશમાં રહેલા તબીબોમાં ઉગ્ર વિરોધ થયો છે. અને દેશભરમાં તબીબો દ્વારા રેલી, કેન્ડલ માર્ચ યોજી લગત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તબીબો ઇમરજન્સી સેવાઓથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો સમગ્ર દેશભરમાં વિરોધ અને પ્રદર્શનો થઇ રહયા છે. આ ઘટનાના વિરોધમાં જામનગરના જુનિયર ડૉકટર એસોસિએશન દ્વારા ગઇકાલે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આજે સવારે એમ.પી.શાહ મેડિકલ કોલેજનના ડીનને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઓલ ગુજરાત જુનિયર ડૉકટર એસોસિએશનને આવી ઘટનાઓની નિંદા કરી આજના દિવસે ઓપીડી અને વોર્ડ સહિતના તમામ બિન ઇમરજન્સી તબીબી સેવાઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત એસોસિએશનન દ્વારા પશ્ર્ચિમ બંગાળના ડૉકટરના સંગઠનોની તમામ માંગણીઓ જવાબદારી અધિકારી પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી સમર્થન આપવા માટે કટિબધ્ધ છે. આજે સવારે જુનિયર ડૉકટર એસોસિએશનના પ્રમુખ ડૉ. કિશોર દેથરિયા, વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કૃષ્ણા પટેલ, ડૉ. ઉર્વી પોકિયા, મુખ્ય સચિવ ડૉ. ગૌતમ સુથાર, ડૉ. રવીન્દ્ર પટેલ, ડૉ. શિવમ દોશી અને ડૉ. લીયાન્સી પટેલ તથા જુનિયર તબીબોએ આજે સવારે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી ભોગ બનનારને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular