જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક પાસે વેપારી યુવાને બાકી રહેતાં પૈસાની માંગણી કરતાં ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં રહેતાં અલ્પેશભાઈ રમણિકભાઈ ચાન્દ્રા નામના વેપારી યુવાને નુરમામદ જાડમ પાસે બાકી નિકળતા પૈસાની માંગણી કરતા નુરમામદ જાડમ, હુશેન નુરમામદ જાડમ, શાહનવાઝ નુરમામદ જાડમ નામના પિતા અને બે પુત્રો સહિતના એકસંપ કરી વેપારીને ‘અમારે તારા પૈસા આપવા નથી’ તેમ કહેતાં વેપારી એ ‘પૈસા ધંધાના છે તમારે આપવા જ પડશે’ તેમ જણાવતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ગાળો કાઢી વેપારી યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવની વેપારી દદ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી.અસારી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.