Thursday, December 26, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસશું તમને પણ આ પ્રશ્ન મુંજવે છે ? કે ડ્રાયફ્રુટને પાણીમાં પલાળી...

શું તમને પણ આ પ્રશ્ન મુંજવે છે ? કે ડ્રાયફ્રુટને પાણીમાં પલાળી ખાવા કે દુધમાં પલાળી ???

- Advertisement -

સામાન્ય રીતે આપણને દરેકને ખ્યાલ છે કે ડ્રાયફ્રુટ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જ્યારે આપણે એ પણ જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ ને પલાળીને ખાવા જોઇએ પરંતુ શુંતમને પણ આ પ્રશ્ન મુંજે છે કે, ડ્રાયફ્રુટને પાણીમાં પલાળીને ખાવું જોઇએ કે દૂધમાં પલાળીને ખાવા જોઇએ ? તો ચાલો જાણીએ…

- Advertisement -

રોજ મુઠી ભરી ડ્રાયફુટ ખાવાની પ્રથા પ્રચલિત છે. આ મેવા વિટામિન અને ખનીજો થી ભરપુર હોય છે. સુકા મેવાને પલાળીને ખાવાથી તે પચવામાં હળવા રહે છે અને તેના તત્વો પણ જળવાઈ રહે છે. સુકા મેવાને પલાળતા તે નરમ બને છે. જેથી ખાવામાં સરળ રહે છે. સ્વાદિષ્ટ રહે છે અને તેની ગરમ તાસીર શરીરને નુકસાન નથી કરતી પાણી સુકા મેવાને હાઈડે્રટ કરે છે અને તેનો પ્રાકૃતિક સ્વાદ જાળવી રાખે છે. જે લોકો પોતાની કેલેરી કે ફેટ વધારવા નથી માગતા તેમણે પાણીમાં પલાળેલા સુકા મેવા લેવા જોઇએ.

જ્યારે દૂધમાં સુકા મેવાને પલાળવાથી તે સ્વાદિષ્ટ બને છે સાથે જ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન જેવા પોષકતત્વો ભરપુર પ્રદાન કરે છે. જે લોકોને દૂધ પીવામાં તકલીફ પડે છે તેમને ડ્રાયફ્રુટને દૂધમાં પલાળીને ખાવા જોઇએ. જે લોકોને વજન વધારવું છે તેમણે ડ્રાયફ્રુટને દૂધમાં પલાળીને ખાવા જોઇએ જ્યારે પાણીમાં પલાળેલા ડ્રાયફ્રુટમાં તેના પોષકતત્વો અને સ્વાદ જળવાઈ રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular