Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરલાલપુર બાયપાસ નજીક મોખાણા પાટીયા પાસે ત્રીપલ અકસ્માતમાં એકનું મોત

લાલપુર બાયપાસ નજીક મોખાણા પાટીયા પાસે ત્રીપલ અકસ્માતમાં એકનું મોત

બે ટ્રક અથડાતા બાઈકચાલકને હડફેટે લીધો : બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત : પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગરના લાલપુર બાયપાસ નજીક મોખાણા ગામના પાટીયા પાસે બે ટ્રક અથડાતા બાઈકચાલકને પણ હડફેટે લેતા આ ત્રીપલ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, તા.28 ના રોજ જયેશભાઈ અમુભાઈ શિયાળ પોતાનું જીજે-10-ડીપી-5418 નંબરનું મોટરસાઈકલ લઇને જામનગરથી પોતાના ઘરે નવા મોખાણા જઈ રહ્યા હતાં આ દરમિયાન મોખાણા ગામના પાટીયા પાસે પહોંચતા રાજકોટ તરફથી આવી રહેલ જીજે-12-બીવાય-7837 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઇથી ચલાવી મૃતક જયેશભાઇના મોટરસાઈકલને હડફેટે લીધા હતા અને આ દરમિયાન લાલપુર ચોકડીથી આવતા જીજે-12-એટી-9331 નંબરના ટ્રકને પણ હડફેટે લેતા બે ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ ત્રીપલ અકસ્માતમાં બાઇકચાલક જયેશભાઈ અમુભાઈ શિયાળને પગમાં તથા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ત્રીપલ અકસ્માતને પગલે પોલીસ તથા 108 નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિકજામ થઈ જતા વાહનોની લાંબી કતારો પોલીસ દ્વારા ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અંગે સંજયભાઈ અમુભાઇ શિયાળની ફરિયાદના આધારે પંચ બી પોલીસે જીજે-12-બીવાય-7837 નંબરના ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular