દ્વારકા જિલ્લાના ભાટવડિયા ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર બાવળના ઝાડમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા ચંદ્રેશભાઈ સોમાભાઈ સાદીયા (ઉ.વ. 27) નામના યુવાને મંગળવારે બપોરના સમયે ભાટવડીયા ગામે બાવળના ઝાડ પર દોરી વડે પોતાના હાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે મૃતકના ભાઇ પ્રતાપભાઈ દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.