Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ત્રણબતીમાં આવારા તત્વોએ સ્વીચ કાપી નાખતા વીજપૂરવઠો ખોરવાયો

જામનગરના ત્રણબતીમાં આવારા તત્વોએ સ્વીચ કાપી નાખતા વીજપૂરવઠો ખોરવાયો

11 કેવી લાઈનની સ્વીચ કાપી નાખી : પાવરકટ થયાની ફરિયાદ બાદ વીજ ટીમ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે રાતે આઠેક વાગ્યા ના અરસામાં હોટેલ કલાતીત પાછળ આવેલી 11 કે.વી. હેવી વિજ લાઇન ની સ્વીચ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કાપી નાખવામાં આવી હતી, જેના કારણે પાછળના આ વિસ્તાર માં પાવર સપ્લાય બંધ થયો હતો. જે અમે ની જાણકારી મળતા વિચ કચેરી ની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને સલામતી ખાતર અન્ય સ્ટાફ, કચેરી સાથે કન્ફર્મેશન મેળવી લઈ ફરી વિજ લાઇન અને સ્વીચ વગેરેની મરામત પછી વિજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં હોટેલ કલાતીત પાછળના ભાગ માં આવેલ 11કેવી તીનબત્તી ફીડર ની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે, જ્યાં રાતના આશરે 8 વાગ્યા આસપાસ દુકાનો બંધ હતી તે સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ 11કે.વી. લાઈન ની સ્વીચ કાપી નાખવામાં આવી હતી. જેથી સેન્ટ્રલ ઝોન વિભાગમાં પાવર બંધ થયા ની ફરિયાદ મળતાં તાત્કાલિક સ્થળ પર ટેકનીકલ ટીમ પહોંચી હતી.

જ્યાં 11કેવી ની સ્વીચ કપાયેલી જોતાં સબ સ્ટેશન તથા એચ.ટી. વિભાગ માં પૂછ પરછ હાથ ધરવામાં આવી. પરંતુ કોઈ વિજ તંત્ર ના સ્ટાફ દ્વારા આ સ્વીચ ઓપરેટ કરેલી હોય તેવું ધ્યાન માં આવ્યું ન હતું, તેથી કોઈ અકસ્માત ન થાય તે માટે આસપાસના વિસ્તાર માં યોગ્ય પેટ્રોલિંગ કરી તપાસ હાથ ધરીને આ 11 કેવિના સ્વીચ કોન્ટેક્ટ ફરી ચાલુ કરી દેવામાં આવ્યા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે આ બધી કાર્યવાહી દરમ્યાન આ વિસ્તાર માં અંધારપટ છવાયેલો રહયો હતો, જેમાં જજ બંગલો તથા એસ.પી. બંગલો તથા જજ ક્વાર્ટર તથા અંબર ચોકડી વિસ્તાર માં આવલાં પેટ્રોલ પંપ વિગેરે જગ્યા નો સમાવેશ થાય છે.

જેથી આ 11કેવી સ્વીચ બાબતે હજુ પણ પી.જી.વી.સી.એલ. ના સ્ટાફ માટે રહસ્ય નો વિષય રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular