જામનગર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પૂર્વે રણમલ તળાવ બ્યુટિફિકેશનની કામગીરીને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇ પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પાછલા તળાવના બ્યુટીફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભા પૂર્વે જામનગર કોંગ્રેસ દ્વારા સામાન્ય સભાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇ વિરોધ દોડી ગઇ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી હોદેદારો અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.