Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરધ્રોલના હાડાટોડામાં આદિવાસી બાળકીની માતા નિષ્ઠુર કેમ બની ?

ધ્રોલના હાડાટોડામાં આદિવાસી બાળકીની માતા નિષ્ઠુર કેમ બની ?

- Advertisement -

મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની 10 માસની પુત્રીનું અપહરણ થયાની ફરિયાદના આધારે તપાસ દરમિયાન બાળકીની જનેતા જ એ જ પુત્રીને કુવામાં ફેંકી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે નિષ્ઠુર માતાની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજ પુરના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના ખેડૂત વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં ખેત મજૂરી કરતા કાળુભાઈ સવજીભાઈ મીનાવા નામના આદિવાસી યુવાનની 10 માસની પુત્રી ખુશી ગત તા.31 ના બપોરના સમયે તેણીના ઘરેથી લાપતા થયા બાદ પરિવારજનો દ્વારા વાડી સહિતના આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે ધ્રોલ પોલીસ જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે બાળકીના અપહરણનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી. પરંતુ, પોલીસ તપાસ દરમિયાન શોધખોળમાં બાળકીનું અપહરણ થયાની કડી મળતી ન હતી. ત્યારે પોલીસે બાળકીના માતા-પિતાની જુદી જુદી રીતે પૂછપરછ કરતા માતા એ જ બાળકીની હત્યા નિપજાવી હોવાનું ખુલતા પોલીસે માતાની આકરી પૂછપરછ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસની પૂછપરછમાં બાળકીની માતા સંગીતા કાળુભાઈ મીનાવા તેની પુત્રી ખુશીને જન્મથી જ શ્વાસની તકલીફ હતી અને રાત્રિના રડતી હતી જેથી કંટાળીને આખરે તેની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડયો હતો અને પ્લાન મુજબ શનિવારે બપોરે બાળકીને ઘરેથી લઇ જઇ કૂવામાં ફેંકી દઈ હત્યા નીપજાવી હોવાનું ખુલતા પોલીસે કુવામાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે બાળકીના પિતા કાળુભાઈના નિવેદનના આધારે તેની જ પત્ની સંગીતાબેન વિરૂધ્ધ 10 માસની બાળકીની અપહરણ અને હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular