સામાન્ય રીતે હાલના આ સમયમાં જે રીતે બહારના ખોરાકનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ લોકોમાં બીમારીનું પ્રમાણપત્ર વધી રહ્યું છે. સાથે સાથે સતત રહેતાં સ્ટે્રસ અને ચિંતાના કારણે લોકોમાં ડાયાબિટીસ અને બીપીની સમસ્યા પણ વધી રહી છે. ત્યારે શુગરથી પરેશાન લોકો માટે ડાયેટ ટીપ્સ છે. જેના દ્વારા સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે.
સુગરની બીમારીમાં દવા કરતાં ડાયેટ પર ધ્યાન આપવાથી વધુ ફાયદો થાય છે. શુગર એક સાઇલેન્ટ કીલર બીમારી છે. જે શરીરને અંદરથી ખતમ કરે છે. જેના કારણે સુગરના દર્દીઓ હંમેશા તેના વધતા સુગર લેવલને લઇને પરેશાન હોય છે.
ડાયાબિટીસ માટે ખાંડનો ઉપયોગ ખતરનાક સાબિત થાય છે. ત્યારે આવા લોકો દર્દીઓને મીઠાઈ, કેક, પેસ્ટ્રી, કોલ્ડ્રીંકસ અને અન્ય મીઠા પદાર્થો ન લેવા જોઇએ. સાથે સાથે મેંદાવાળી ચીજો પણ તેના માટે નુકસાનકારક છે. જેમ કે સમોસા, સફેદ રાઈસ, બ્રેડ, પાસ્તા, પીઝા વગેરે ન લેવા જોઇએ. આ ઉપરાંત સોફટ ડ્રીન્કસ પણ ન લેવા જોઇએ. જેમ કે દ્વાક્ષ, સંતરા, અને કેરીમાં પણ વધુ માત્રામાં શુગર જોવા મળે છે. આ ઉપરાંત બટાટા, મેંદા અને ખાંડથી બનેલા પદાર્થો વધુ માત્રામાં ન લેવા જોઇએ. આ ઉપરાંત મીઠા દલિયા, રાઇસ મિલ્ક, બદામ દુધ, શકકરીયા વગેરે લેવાથી પણ સુગર વધે છે. તેથી સુગર કંટ્રોલ કરવા માટે આવા પદાર્થોનું સેવન કરવું જોઇએ.