Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના કંડોરણામાં થતા ખનિજ ચોરી સ્થળે દરોડા

ખંભાળિયાના કંડોરણામાં થતા ખનિજ ચોરી સ્થળે દરોડા

રૂા 18 લાખનો મુદ્દામાલ કબજે : મામલતદાર અને ટીમ દ્વારા દરોડો

- Advertisement -

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ ખનીજ, માટીની ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે વધુ એક વખત અહીંના મામલતદાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સરકારી ખરાબામાંથી થતી ખનીજ ચોરી ઝડપી પાડી અને આશરે રૂપિયા 18 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા કંડોરણા ગામના સરકારી વિસ્તારમાં કોઈ તત્વો મંજૂરી વગર અનધિકૃત રીતે માટી તેમજ મોરમનું ખનન કરતા હોવા અંગેની માહિતી અહીંના મામલતદાર વિક્રમ વરુને મળતા તેમના દ્વારા સ્ટાફને સાથે રાખીને આ સ્થળે ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એક જે.સી.બી. મશીન મારફતે કંડોરણા ગામના સહકારી ખરાબામાંથી જુદા જુદા ચાર ટ્રેકટરો મારફતે મોરમની ચોરી થતી હોવાનું ખુલવા પામ્યું હતું. આથી તંત્ર દ્વારા જેસીબી, ચાર ટ્રેક્ટર, મોરમ સહિત આશરે 18 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી, આ બાબતે આગળની કાર્યવાહી કરવા અર્થે અહીંના ખાણ ખનીજ વિભાગને જરૂરી અહેવાલ સુપ્રત કરવામાં આવ્યા હતા. તંત્રની આ કામગીરીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular