જામનગર શહેરમાંથી વિભાજી સ્કુલ પાસે જાહેરમાં મોબાઇલ ફોન ઉપર આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.24,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, ભારતના બેંગ્લોરમાં રમાતા આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતા 20-20 મેચના પ્રસારણ ઉપર હારજીતના સોદાઓ પાડી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જય અતુલ નામના શખ્સને ઝડપી લઇ રૂા.4450 ની રોકડ રકમ અને રૂા.20000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 24450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગાર રમાડવામાં જામનગરના ખોજાભાઈનું નામ ખુલ્યુ હતું. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.