દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ફીડરમાં કામ કરતા પીજીવીસીએલના કર્મચારીનું વીજશોકથી મોત થયાના બનાવમાં ભાણવડ પોલીસે આ બનાવમાં ભરતપુરના શખ્સને ઝડપી લઇ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, ભાણવડ તાલુકાના ભરતપુર ગામની સીમમાં રહેતો જુમા સલેમાન હિંગોરા નામના શખ્સ દ્વારા વાડીના રહેણાંક મકાનમાં મોખાણા ફીડરનું ખેતવપરાશના કનેકશનમાંથી પાવર ચોરી કરી ઘર વપરાશ માટે પાવર રીટર્ન ભરતપુર ફીડરમાં જતાં જ્યાં પીજીવીસીએલના ઈલેકટ્રીશ્યન આસી. હિતેશભાઈ બી. ભારવડિયા નામના કર્મચારી લાઈન કલીયરનું કામ કરતા હતાં જેને વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં પીજીવીસીએલના નાયબ ઈજનેર સંદિપભાઇ પટેલ દ્વારા જુમાભાઈ હિંગોરા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો હતો.