જામનગરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કેસમાં છેલ્લાં આઠ માસથી નાસતા-ફરતા આરોપીને જામનગર એસઓજી પોલીસે જામનગર રેલવે સ્ટેશન નજીક હનુમાનજી મંદિર પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આકાશ રમેશ સોલંકી વિરુદ્ધ ઘરફોડ ચોરી અંગેનો કેસ નોંધાયો હતો. આરોપી છેલ્લાં આઠ માસથી નાસતો ફરતો હોય. આ દરમિયાન હાલમાં જામનગરમાં રેલવે સ્ટેશનની બાજુમાં સાંઈબાબા મંદિર જવાના રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાસે ઉભો હોવાની એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા તથા તોસિફભાઈ તાયાણીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ એલ. એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા આરોપી આકાશ રમેશ સોલંકીને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સિટી બી પોલીસને સોંપી આપ્યો હતો.