કાલાવડ તાલુકાના પીપર ગામની સીમમાં આવેલા તળાવમાં રવિવારે બપોરના સમયે ન્હાવા પડેલા જૂનાગઢના યુવકનું ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. કાલાવડ ગામમાં રણુજા રોડ પર આવેલી કંપનીમાં મજૂરી કામ કરતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલી અવધ નમકીન નામની કંપનીમાં કામ કરતા જૂનાગઢ જિલ્લાન માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામમાં રહેતો દેવ કરશનભાઈ ભરડા (ઉ.વ.18) નામનો યુવક અને અન્ય સહકર્મચારીઓ રવિવારે બપોરના સમયે કાલાવડ તાલુકાના પીપર ગામની સીમમાં આવેલા કરશન કુઇ નામના તળાવમાં ન્હાવા પડયો હતો તે દરમિયાન કોઇ કારણસર ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ પરેશભાઇ દ્વારા કરવામાં આવતા હેકો વાય.ટી. ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી તેના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, ઉત્તરપ્રદેશન પીલીભીત જિલ્લાના વતની અને હાલ કાલવડ ગામમાં રણુજા રોડ પર આવેલ અક્ષર સ્પીનટેક પ્રા.લી. કંપનીમાં મજૂરી કામ કરતો જાગનલાલ તેજરામ વર્મા (ઉ.વ.28) નામનો યુવાન રવિવારે સવારે તેની કંપનીમાં મજૂરી કામ કરતો હતો તે દરમિયાન એકાએક હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવરા માટે નજીકની હોસ્પિટલમં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જહેર કર્યુ હતું. આ અંગે નિરજભાઈ દુબે દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી અગાળની કાર્યવાહી હાથ ધરી હતી.