Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારદિવાળી પર્વે ફટાકડા ફોડવા બાબતે મનદુ:ખ બાદ બે પરિવારો વચ્ચે બઘડાટી

દિવાળી પર્વે ફટાકડા ફોડવા બાબતે મનદુ:ખ બાદ બે પરિવારો વચ્ચે બઘડાટી

સામસામા પક્ષે મહિલા સહિત છ સામે ફરિયાદ : ત્રણ થી વધુ ઘવાયા

- Advertisement -

ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા લખમણભાઈ કારાભાઈ બગડા નામના 55 વર્ષના અનુસૂચિત જાતિના આધેડને થોડા સમય પૂર્વે દિવાળીના સમયમાં ફટાકડા ફોડવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ ઉર્ફે અજાભાઈ કારાભાઈ બગડા, સાવન ખીમાભાઈ અને રાણીબેન ખીમાભાઈ સાથે ઝઘડો થયો હતો. આ અંગેના ચાલ્યા આવતા મન દુ:ખ વચ્ચે ગઈકાલે શુક્રવારે સાંજના સમયે ફરિયાદી લખમણભાઈ બગડા પોતાના મોટરસાયકલ લઈને ગામમાં દૂધ લેવા ગયા હતા, ત્યારે રસ્તામાં આરોપી સાવન ખીમાભાઈ બગડાને જોઈને ડર લાગ્યા બાદ કેવો આરોપીઓના ઘરે સમજાવવા જતા અહીં રહેલા આરોપીઓએ ઉશ્કેરાઈને તેમના પર લાકડી વડે હુમલો કર્યો હતો. તેમની સાથે ફરિયાદીના દીકરા તુષારભાઈ ઉપર પણ હુમલો કરે નાની-મોટી ઈજાઓ કરી, બિભત્સ ગાળો કાઢવા સબબ ભાણવડ પોલીસે લખમણભાઈ બગડાની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણેય આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

સામા પક્ષે ખીમાભાઈ ઉર્ફે અજાભાઈ કારાભાઈ બગડાએ લખમણભાઈ કારાભાઈ બગડા, હર્ષદ લખમણભાઈ બગડા અને તુષાર લખમણભાઈ બગડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે અગાઉ દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા બાબતની બોલાચાલી સંદર્ભેના મનદુ:ખ વચ્ચે શુક્રવારે સાંજના સમયે આરોપી લખમણભાઈ તેમજ તેમના બંને પુત્રોએ લાકડીઓ સાથે તેમના ઘરે આવીને બિભત્સ ગાળો ભાંડી બોલાચાલી તેમજ ઝઘડો કરી, ફરિયાદીના પત્ની તથા તેમના પુત્ર સાથે ડખ્ખો સર્જ્યો હતો. જેમાં થયેલા હુમલામાં ફરિયાદી તેમજ સાહેદોને ઈજાઓ થવા પામી હતી.

આ પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular