દુનિયાભરમાં આજે પણ ઘણી જનજાતિ અલગ પ્રકારની છે. કે જેને જોઇને આશ્ર્ચર્ય થાય છે તેમના રહેવા જમવા જીવવાની પદ્ધતિ જ જુદી હોય છે. અને વિચિત્ર હોય છે. ત્યારે ભારતમાં પણ એક ટાપુ આવેલો છે. જ્યાં આ પ્રકારની અલગ જ જનજાતિના લોકો રહે છે. અંદમાન દ્વિપના સેન્ટીનલદ્વિપની વાત કરીએ તો ત્યાં જરવા જાતિના લોકો વસે છે. તે વિસ્તારમાં જવાની લોકોને મનાઇ છે. સરકારે પણ આ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. કારણ કે ત્યાં જવું ખૂબ જ હાનિકારક અને ખતરનાક છે.
જરવા આદિવાસી જનજાતિના લોકો અંદમાન દ્વિપના સેન્ટીનલ દ્વિપ અને ઓંગે વિસ્તારમાં જોવા મળે છે. જેની સંખ્યામાં આશરે 400 જેટલી માનવામાં આવે છે. આ જાતિના લોકો તેર, ધનુષ જેવા શસ્ત્ર વડે કાચબા, માછલીનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. આ ઉપરાંત ફળ, શાકભાજી, મધ, જેવા આહાર પર આરોગે છે તે વિસ્તારમાં લોકોને જવાની સખ્ત મનાઈ છે ત્યાંથી પાછું પરત ફરવું અશકય છે. ત્યાંની જનજાતિ ખુબ જ ખતરનાકને હિંસક છે. તેમને બહારી દુનિયાના લોકો સાથે કોઇ સંપર્ક રાખવો પસંદ જ નથી.
2004 માં સુનામી બાદ આ ટાપુ પર લોકોની સ્થિતિ જાણવા સરકારે પ્રયાસો કર્યા હતાં પરંતુ ત્યાંની જનજાતિએ આગના તીર ચલાવીને હેલીકોપ્ટરને આગ લગાવી દીધી હતી અને હુમલો કરીને કોઇને પણ આગળ આવવા જહોતા દીધા ત્યાર પછી થી ત્યાંનો સંપર્ક કરવાના પ્રયાસો બંધ કરાયા હતાં. આ ટાપુ આમ તો ભારત સાથે જોડાયેલો છે. પરંતુ આજે પણ આ ટાપુને લઇને ઘણાં રહસ્યો છુપાયેલા છે. માનવામાં આવે છે. આ જનજાતિ 60 હજાર વર્ષે પહેલાંની છે અને અહીંના રીત રીવાજ, ખાણીપીણી, રહેવાની રીતભાત બધુ જ અલગ છે. જેના વિશે કોઇ પાસે ખાસ માહિતી નથી.