Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે-બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત

જામનગર જિલ્લામાં બે-બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત

જામનગર સહિત રાજ્યમાં વધતું જતું હાર્ટએટેકનું પ્રમાણ: દરેડમાં નિંદ્રાધિન શ્રમિકનું બેશુદ્ધ થઈ જતાં મોત : સરલાબેન ત્રિવેદી ભવનમાં બેશુદ્ધ થઈ જતાં યુવાનનું મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ફેસ-3 વિસ્તારમાં આવેલા કારખાનામાં રહેતાં અને મજૂરી કામ કરતો યુવાન રાત્રિના સમયે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી ભવનમાં રહેતો યુવાન તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી યુવાનોને હૃદયરોગના હુમલા આવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. તેમાં પણ ખાસ કરીને 14 વર્ષના બાળકથી લઇ 50 વર્ષના યુવાન સુધીના લોકો હૃદયરોગના હુમલાનો ભોગ બનતા હોય છે. દરમિયાન જામનગર જિલ્લામાં હૃદયરોગના હુમલાથી બે – બે યુવાનોના મોત નિપજ્યાની ઘટનામાં પ્રથમ બનાવ મધ્યપ્રદેશના ગોવિંદનગર ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ફેસ-3 માં પ્લોટ નંબર 3618 નંબરમાં આવેલા કારખાનામાં મજૂરી કામ કરતા અને રહેતા કુવરસિંહ જગરામસિંહ જાટવ (ઉ.વ.36) નામનો યુવાન તેના ઘરે રાત્રિના સમયે નિંદ્રાધિન હતો તે દરમિયાન તેની પત્ની રીનાબેન દ્વારા જગાડતા પતિ બેશુદ્ધ થઈ ગયો હોવાથી પત્ની દ્વારા પતિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, પશ્ર્ચિમ બંગાળના ગોપાલપુરમાં રાજરહાટના વતની અને હાલ જામનગર શહેરમાં સરલાબેન ત્રિવેદી ભવન બી-2, 604માં રહેતાં પ્રાસુ સોમ (ઉ.વ.27) નામનો યુવાન ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ ગયો હતો. દરમિયાન તેની માતાએ પુત્રને જગાડતા પુત્ર બેશુદ્ધ થઈ ગયો હતો. જેથી યુવાનને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મહાદેવ સોમ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular