જામનગર શહેરના પતંગીયાફળી વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ શખ્સોને રૂા.26270 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, જામનગર શહેરના લુહારસાર રોડ પાસે આવલી પતંગીયાફળીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ધર્મેન્દ્ર અમૃતલાલ આશાવલા, ભાવેશ પ્રભુદાસ પરમાર, અજય રમેશ દાઉદરા, ખીમા જીવા મુળિયા, ચેતન ભીખુ સોલંકી, વિશાલ રણછોડ વાઢેર નામના છ શખ્સોને ઘોડીપાસાના બે નંગ અને રૂા.10,770 નીરોકડ રકમ અને રૂા.15,500 ની કિંમતના ચાર નંગ મોબાઇલ મળી કુલ રૂા. 26,270 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.