Wednesday, December 10, 2025
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં દેશી દારૂના જથ્થા સાથે ઈકોચાલક ઝબ્બે

જામનગરના દરેડમાં દેશી દારૂના જથ્થા સાથે ઈકોચાલક ઝબ્બે

જામનગર તાલુકાના દરેડ ગામમાંથી પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે પસાર થતી ઈકોકારને આંતરીને તલાસી લેતા તેમાંથી 200 લીટર દેશી દારૂ સાથે દબોચી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં ઈન્દીરા સોસાયટીમાં રહેતો શખ્સ દેશી દારૂના જથ્થા સાથે પસાર થવાની પો.કો. મેહુલ વિસાણી, ભયપાલસિંહ જાડેજા, અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પ્રો. એએસપી અજયકુમાર મીણા, પીએસઆઈ સી.એમ.કાંટેલિયા, એએસઆઈ એમ.એલ. જાડેજા, પી.કે. જાડેજા, પો.કો. ભયપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, સુમિત શિયાળ, પોલા ઓડેદરા, મેહુલ વિસાણી સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.4000 ની કિંમતનો 200 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે રૂા.4,04,000 ની કિંમતનો દારૂ અને કાર સાથે વેજા ઉર્ફે વેજાણંદ ઘોડા નામના ચારણ શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular