વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ આયામ દ્વારા આવતીકાલથી બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ જોગી આશ્રમ ઠેબા ગામ પાસે યોજશે. આ વર્ગમાં યુવાનો લાઠીદાવ જેવા વિષયોનું પ્રશિક્ષણ મેળવશે.
વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ દ્વારા તા.30 અને તા.31 માર્ચ 2024 ના રોજ જોગી આશ્રમ ઠેબા ગામ પાસે બજરંગદળના યુવા કાર્યકર્તાઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં આશરે 130 જેટલા બજરંગદળના યુવાનોને યોગ, કસરત, અને લાઠીદાવ જેવા વિષયોની તાલીમ આપવામાં આવશે.
બજરંગદળના આ વર્ગમાં યુવાનોને શારીરિક પ્રશિક્ષણની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ દ્વાર બૌધિક વકતવ્યો અપવામાં આવશે. આ વર્ગનું ઉદઘાટન સત્ર તેમજ સમાપન સત્રમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને યુવનોને માર્ગદર્શન આપશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના જામનગરના જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.