Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના ટોલ નાકામાં ચોરી કરનારા કર્મચારી સામે ફરિયાદ

ખંભાળિયાના ટોલ નાકામાં ચોરી કરનારા કર્મચારી સામે ફરિયાદ

- Advertisement -

પશ્ચિમ બંગાળના જારગન વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા – જામનગર હાઈવે પર ટોલ ગેઈટ વિસ્તારમાં રહેતો ચંદનગીરી સમરેસગીરી નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી અહીંના ધરમપુર-દાતા ટોલ પ્લાઝામાં આવેલા કંટ્રોલ રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો.

- Advertisement -

આ શખ્સ દ્વારા થોડા દિવસો પૂર્વે પોતે જે ઓફિસમાં બેસતો હતો તે ઓફિસના ટેબલના ખાનામાં રહેલી ટોલ પ્લાઝા કંપનીની કુલ રૂપિયા 85,000 ની રોકડ રકમ ચોરી કરીને નાસી છૂટ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે ટોલ પ્લાઝાના મેનેજર પ્રતાપ શંકરરાવ ભૈયટે (ઉ.વ. 56, રહે. મૂળ ખારગર, પનવેલ) ને ફરિયાદ પરથી કર્મચારી ચંદનગીરી સામે આઈ.પી.સી. કલમ 381 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular