Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયઆજે લોકશાહીના મહાપર્વની જાહેરાત કરશે પંચ

આજે લોકશાહીના મહાપર્વની જાહેરાત કરશે પંચ

- Advertisement -

લોકશાહીનો સૌથી મોટા પર્વનું આજે બપોરે એલાન કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 2024ની લોકસભા ચૂંટણી તેમજ દેશના 4 રાજયોની વિધાનસભા ચૂંટણીના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ લોકસભાની ચૂંટણીઓને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બપોરે 3 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ બે સાથી ચૂંટણી કમિશનરો ચૂંટણીની તારીખોનુ એલાન કરશે. ગત લોકસભાની જેમ 7-8 તબકકામાં લોકસભાની 543 બેઠકો માટેના મતદાનની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા સમગ્ર દેશમાં લાગુ થઇ જશે. આ સાથે જ નવી જાહેરાતો તેમજ નવી યોજનાઓની સરકાર દ્વારા જાહેરાતો કરી શકાશે નહીં.

- Advertisement -

અહેવાલો અનુસાર લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજયોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરશે.અત્રે ઉલ્લેખનિય છે કે 2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. 2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થયા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી અને ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને કુલ 353 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં ભાજપને 37.36 ટકા વોટ મળ્યા હતા જયારે ગઉઅને 45 ટકા વોટ મળ્યા હતા. જયારે કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી હતી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઞઙઅને 92 બેઠકો મળી હતી, જયારે અન્ય પક્ષોએ 97 બેઠકો જીતી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular