ધ્રોલ તાલુકાના લૈયારા ગામની ધારવાડી સીમમાં યાસીન ઉર્ફે મોટો ખેરાણીના ખેતરની બાજુમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સાત શખ્સોને દબોચી લઇ મુખ્ય સૂત્રધાર સહિતના નાશી ગયેલા ચાર શખ્સોની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામની ધારવાડી સીમમાં યાસીન ઉર્ફે મોટો હાજી ખેરાણીના ખેતરની બાજુમાં જાહેર ખરાબામાં ઘોડીપાસાનો જૂગાર રમાડાતો હોવાની હેકો કે ડી કામરીયા, એએસઆઈ એમ પી મોરી, જયેશ પઢેરીયાને બાતમી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ એ આર ચૌધરીના નેજા હેઠળ પીએસઆઈ પી જી પનારા અને બી એલ ઝાલા તથા એએસઆઈ એમ.પી.મોરી, હેકો કે ડી કામરીયા, કે.એસ. દલસાણિયા, પો.કો. જયેશ પઢેરીયા, રઘુવીરસિંહ જાડેજા, કિશોર ડાભી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નઝીર વલી ખેરાણી (લૈયારા), કમલેશ જયેશ ઉપાધ્યાય (જામનગર), ઈકબાલ પુંજા ખફી (જામનગર), ભરત રણમલ મોઢવાડિયા (નાઘેડી), મુસ્તાક ઉર્ફે ડાડા ગરીબશા ફકીર (જામનગર), સુનિલ જ્ઞાનચંદ લાલવાણી (જામનગર), અલ્લારખા હાજી બાબવાણી (જામનગર) નામના સાત શખ્સોને પોલીસે રૂા.27550 ની રોકડ રકમ, રૂા.16000 ની કિંમતના ચાર મોબાઇલ, રૂા. 1,80,000 ની કિંમતના બે વાહનો સહિત કુલ રૂા.2,23,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
રેઈડ દરમિયાન યાસીન ઉર્ફે મોટો હાજી ખેરાણી (લૈયારા), સબીર અબ્બાસ સુમરા (જામનગર), ઈસુબ ગુલાબ બાબવાણી (જામનગર) અને મની મોબાઇલ નંબર 72839 41474 (રહે. જામનગર) નામના ચાર શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલા ચાર શખ્સોની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો જામનગરના ધુંવાવ હાઉસીંગ બોર્ડ પાસે જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સંજય ભરત ચૌહાણ અને વિજયસિંહ ભીખુભા ચૌહાણ અને બે મહિલા સહિત ચાર શખ્સોને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.3400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.