Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતહોળી-ધૂળેટી પર્વમાં એસ.ટી. વધારાની 1500 બસો દોડાવશે

હોળી-ધૂળેટી પર્વમાં એસ.ટી. વધારાની 1500 બસો દોડાવશે

- Advertisement -

આગામી સપ્તાહમાં હોળી-ધુળેટીનાં તહેવારો આવી રહ્યા છે. ત્યારે દરવર્ષેની જેમ ચાલુ વર્ષે પણ એસ.ટી.નિગમ દ્વારા રાજયનાં વિવિધ વિસ્તારોમાં વસતા દાહોદ ગોધરા-જાલોદમાં હજારો શ્રમજીવી અને તથા ભગવાન કૃષ્ણનાં, ભાવિકો માટે રાજયવ્યાપી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

- Advertisement -

ચાલુ વર્ષે એસ.ટી. નિગમ, દ્વારા હોળી-ધુળેટી પર્વ અનુસંધાને તા.16થી રાજકોટ સહિત રાજયભરમાંથી 1500 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. તથા ડાકોર અને દ્વારકા માટે 500 વધારાની બસો દોડાવવામાં આવનાર છે. આ એકસ્ટ્રા સંચાલન અંગે એસ.ટી.નિગમના સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ રાજયભરમાં ગુજરાત એસ. ટી. નિગમ દૈનિક 8000 થી વધુ બસોના કાફલાથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ પરીવહનની સેવાઓ પુરી પાડે છે. નિગમ વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરી રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પુરી પાડે છે.

રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન જાવન કરે છે. આવા વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી/ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે.

- Advertisement -

પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા 1200 જેટલી બસો દ્વારા 4516 ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ.ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 425 બસો દ્વારા 3518 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ.ચાલુ વર્ષે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1500 જેટલી બસો વડે 7000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરેલ છે.

ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4500 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરેલ છે.ગત એક જ અઠવાડિયામાં સુરત ખાતેથી 101, વડોદરા ખાતેથી 100 કલોલ ખાતેથી 25 તેમજ નડાબેટ ખાતેથી 100 મળી કુલ 326 નવીન લોકાર્પિત કરેલ બસો સદર એક્સ્ટ્રા સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. નિગમ દ્વારા આ સંચાલન 19 માર્ચ 2024 થી 25 માર્ચ 2024 દરમ્યાન કરવામાં આવશે. જે બાબતે નિગમના સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા તમામ જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓના વડાશ્રીઓ સાથે 12 માર્ચ 2024 ના રોજ ખાસ મીટીંગ યોજી એક્સ્ટ્રા સંચાલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે.તથા મુસાફરોને સંચાલન સબંધેની પુછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા એસટી નિગમે જણાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular