Tuesday, December 9, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જામનગરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

જામનગરમાં ધો.10 અને 12મા કુલ 27,584 વિદ્યાર્થીઓ: પ્રથમ દિવસે ધારાસભ્ય, સ્ટે. કમિટી ચેરમેન સહિતન દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છા અપાઇ : પરીક્ષા કેન્દ્રો ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જામનગર શહેર-જિલ્લા સહિત રાજ્યના ધો.10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આજે સવારે ધો.10 ની અને બપોર બાદ ધો.12 ની પરીક્ષા શરૂ થઈ હતી. જામનગરમાં 27,584 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આજે સવારે ધો.10 માં ભાષનું પેપર લેવાયું હતું. વિદ્યાર્થીઓને શાળા ખાતે કુમકુમ તિલક કરી મો મીઠાં કરવી પ્રવેશ અપાયો હતો.

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આગામી તા.26 માર્ચ સુધી ધો.10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક આપી શકે તે માટે તંત્ર દ્વારા તમમા તૈયારીઓ કરી દેવાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ખતે સુચાર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સીસીટીવી કેમેરાથી સેન્ટરો સજ્જ રાખવામાં આવ્યા છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જામનગરમાં ધો.10 માં 16,701, ધો.12 વિજ્ઞાન પ્રવાહમં 2021, ધો.12 સા. પ્રવહમાં 9456 વિદ્યાાર્થીઓ નોંધાયા છે. આમ કુલ 27,584 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, કાલાવડ, જોડિયા, લાલપુર, સિક્કા, જામજોધપુર સહિત નવ પરીક્ષા કેન્દ્રો ખાતે ધો.10 ની પરીક્ષા યોજાશે. તેમજ ધો.12 સા. પ્રવાહમં જામનગર શહેર, ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુરના પાંચ પરીક્ષા કેન્દ્રો ઉપર 30 સ્થળોએ તથા વિજ્ઞાન પ્રવાહમાં જામનગર અને ધ્રોલના બે પરીક્ષા કેન્દ્રો ઉપર 10 સ્થળોએ પરીક્ષા યોજાશે. ગઈકાલે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર જોવા પહોંચ્યા હતાં. તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત, સ્ટાફની નિમણૂંક, કંટ્રોલ રૂમ, સ્ટ્રોંગ રૂમ સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

- Advertisement -

અજથી બોર્ડની પરીક્ષ શરૂ થત પ્રથમ પેપરને લઇ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. જામનગર દક્ષિણ વિધાનસભના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ પણ પરીક્ષ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular