Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસાયચા બંધુઓના ગેરકાયદેસર બંગલા ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

સાયચા બંધુઓના ગેરકાયદેસર બંગલા ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

- Advertisement -

જામનગરના બેડી વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર બંગલા ખડકી દેનાર સાયચા બંધુઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી ખડકી દેવાયેલો બંગલો પોલીસ અધિક્ષકના નેજા હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતાં સાયચા પરિવાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી અને સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર બંગલા ખડકી દેવામાં આવ્યા હતાં. રજાક સાયચા ઉપર શિક્ષિકાને આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ પણ નોંધાયેલી છે. સાયચા પરિવાર દ્વારા સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 40 વાળી જમીન પર આશરે 1000 વારમાં ગેરકાયદેસર આલીશાન બંગલા ખડકી દેવામાં આવ્યા છે. તેમજ આ ગેંગ દ્વારા ગરીબ લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફ દ્વારા રજાક નુરમામદ સાયચા, હનિફ નુરમામદ સાયચા નામના બંધુઓ ઉ5ર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ વિધિવત ફરિયાદ સરકાર દ્વારા નોંધવામાં આવી હતી.

આ પ્રકરણમાં પોલીસે શિક્ષિકાની આત્મહત્યાના બનાવમાં રજાકની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રજાક અને હનિફ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર આલીશાન બંગલો ખડકી દેવાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કાર્યવાહી હેઠળ આજે સવારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને પ્રાંત અધિકારી તથા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર બંગલાઓ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પાડતોડ અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, સાયચા પરિવાર દ્વારા સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જામનગર સહિત રાજ્યમાં કોઇપણ સ્થળોએ ગેરકાયદેસર બાંધકામો અથવા તો પ્રજાની શાંતિમાં ખલેલ પહોંચાડતા આવારા તથા ગુનેગાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં આવા ગેરકાયદેસર ખડકી દેવાયેલા બાંધકામો પાડતોડ કરવામાં પોલીસ, વહીવટ અને મહાનગરપાલિકાનું તંત્ર કોઇપણ પ્રકારે ઉણુ ઉતરશે નહીં અને ગેરકાયદેસર ખડકી દેવાયેલા બાંધકામો તોડી પાડવામાં આવશે તેમ પોલીસવડાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular