આઈ.ટી.આઈ. જામનગર, ચોથો માળ, સેમિનાર હોલ ખાતે આગામી તા.11 માર્ચના રોજ સવારે 10:30 કલાકે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ આ રોજગાર ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ આચાર્ય, ઔધોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે