Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અંબાણી પરિવારના જાજરમાન જશ્નની પૂર્ણાહુતિ

જામનગરમાં અંબાણી પરિવારના જાજરમાન જશ્નની પૂર્ણાહુતિ

અનંત-રાધિકાનું પ્રિ-વેડિંગ ધમાકેદાર પરફોર્મન્સથી ગુંજી ઉઠયું : આવું તો અંબાણી જ કરી શકે: તમામ મહેમાનોને રીટર્ન ગીફટ : માર્ક ઝુકરબર્ગની પત્નીને ગમી અનંતની 14 કરોડની ઘડિયાળ

- Advertisement -

એશિયાના સૌથી ધનિક લોકોમાના એક એવા મુકેશ અંબાણીના આંગણે નાના પુત્ર અનંત – રાધિકાના પ્રિ-વેડિંગ સમારોહ જામનગરના આંગણે યોજાયો છે. ત્યારે પ્રથમ દિવસે કોકટેલ પાર્ટીમાં રિહાન્નાએ ધુમ મચાવી હતી જ્યારે બીજા દિવસે મેલારૂઝ ઇવેન્ટમાં સમગ્ર બોલીવુડ ઉમટી પડયું હતું. અને એક પછી એક સૌએ દમદાર પરફોમન્સ પણ આપ્યા હતાં.

- Advertisement -

ઈવેન્ટમાં અંબાણી પરિવારના સભ્યો એ પણ શાનદાર પરફોમન્સ આપ્યું હતું. મુકેશ અને નીતા અંબાણીનું સાથે પરફોમન્સ તેમજ દિકરી ઈશા પણ સ્ટેજ પર છવાઈ હતી. જ્યારે નીતા અંબાણીએ ‘વિશ્ર્વંભરી’ સ્તુતિ પર કલાસીકલ ડાન્સ કરીને સૌને ચકીત કર્યા હતાં. જ્યારે રાધિકાએ અનંત માટે ડાન્સ કર્યો હતો. અને ગુજરાતના આંગણે ગુજરાતી પરિવારની ઈવેન્ટ હોય અને ગરબા ના હોય તેવું બને કાંઈ ? આ સમારોહમાં સર્વે મહેમાનોનો અંબાણી પરિવાર સાથે ગરબાના તાલે ઝુમ્યા હતાં. મુકેશ અંબાણી એ ધોનીને ગરમાના સ્ટેપ શીખડાવતા નઝરે પડયા હતાં. જ્યારે બ્રાવો અને તેની પત્ની એ પણ ગરબાની રમઝટ બોલાવી હતી.બોલીવૂડની હસ્તીઓ દ્વારા અદભૂત ડાન્સ રજૂ કરાયા હતાં. ખાન ત્રીપુટીની વાત કરીએ તો પ્રથમ વાર અંબાણી પરિવારના આંગણે આ દ્રશ્ય જોવા મળ્યું કે, ત્રણેય ખાને એક સાથે આરઆરઆર ના નાટુ નાટુ ગીત પર ડાન્સના સ્ટેપ કર્યા હતાં અને તેમની સાથે સાઉથના સુપરસ્ટાર રામચરણ પણ જોડાયા હતાં. જે વીડિયો એ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ ઉપરાંત રણવીર અને દીપિકા, કરીશ્મા અને કરીનાએ પણ ડાન્સ કર્યો હતો. સમગ્ર મહેમાનો ટ્રેડિશનલ લુકમાં મનમોહક લાગી રહ્યાં હતાં અને ઉદ્યોગજગત તેમજ રમત ગમત જગતની હસ્તીઓએ પણ પારંપરિક પોશાકમાં પોઝ આપ્યાં હતાં. અનંત અંબાણીની ઘડિયાલ પણ ખૂબ ચર્ચામાં આવી હતી. માર્ક ઝુકરબર્ગની પત્ની પ્રિસીલાને અનંતની ઘડિયાળ ખૂબ ગમી હતી. આ ઘડિયાળની કિંમત આશરે 14 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સાથે પ્રિ-વેડિંગના ત્રીજા દિવસે ઘણી સેલીબ્રીટી મુંબઇ પરત જવાના રવાના થઈ હતી. તો વળી ઘણી હસ્તી લાસ્ટ ડે ની ઇવેન્ટમાં હાજરી આપવા જામનગર પહોંચી હતી. જેમાં સુપરસ્ટાર રજનીકાંત, અમિતાભ બચ્ચન, શાન ,શ્રેયા ઘોસાલ સહિતના કલાકારો દેખાયા હતાં. અને છેલ્લાં દિવસે તમામ મહેમાનો પારંપરિક પોશાકમાં સજ્જ થયા હતાં. જેમાં સોનાલી બેન્ડ્રે, રાની મુખરજી, કેટરીના કેફ, કરીના કપુર, જાન્હવી કપુર, સુહાના ખાતે, આલિયા ભટ્ટે ગ્લેમર તો તડકો આપ્યો હતો. અંબાણી પરિવારે મોંઘેરા મહેમાનોને આકર્ષક રીટર્ન ગીફટ આપી હતી. મુંબઇ પર ફરી રહેલા તમામ મહેમાનોના હાથમાં અંબાણી પરિવાર દ્વારા અપાયેલી રીટર્ન ગીફટ નઝરે ચડતી હતી. જેમાં ‘વનતારા’ થીમ આધારિત ખૂબ જ સુંદર સિંહનું પેઈન્ટીંગ તેમજ વનતારા ડિઝાઈનની બેગ જેમાં બે પેનના બોકસ વનતારા કાગળના રેપરમાં ચોકલેટ, કેલેન્ડર સહિતની અન્ય ગીફટ આપવામાં આવી હતી. આમ જાજરમાન પરિવારના આંગણે આ પ્રિ-વેડિંગ ફંકશનમાં કયારેય ન જોવા મળ્યું ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ત્યારે એમ કહી શકાય કે ‘આવું તો અંબાણી જ કરી શકે’ આ સાથે પ્રિ-વેડિંગના ત્રણ દિવસ પૂર્ણ થતા સર્વે મહેમનો જામનગરની યાદગાર પળો સાથેલઇને મુંબઇ પરત ફરી રહ્યા છે.

નીતા અંબાણીએ ‘ર્માં અંબા’ની સ્તુતિ પર કર્યું પર્ફોમ

- Advertisement -

પ્રિ-વેડિંગ સેરેમનીમાં અનંત અંબાણીના માતા નીતા અંબાણીએ ર્માં અંબાની સ્તુતિ પર પર્ફોમન્સ રજૂ કર્યુ હતું. ‘વિશ્ર્વંભરી’ સ્તુતિ પર નીતા અંબાણીએ પુરા ગુ્રપ સાથે શાસ્ત્રીય શૈલીમાં પર્ફોમન્સ રજૂ કરીને સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રિ-વેડિંગ સેરેમની વેસ્ટર્ન સાથે ભારતીય કલા અને સંસ્કૃતિના પણ તેમણે દર્શન કરાવ્યા હતા.

- Advertisement -

બોલિવુડની ખાન ત્રિપુટીનું ‘નાચો-નાચો’ પર્ફોમન્સ

અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમનીમાં બોલિવુડની ખાન ત્રિપુટી (સલમાનખાન, આમીરખાન અને શાહરૂખખાન) આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાન ત્રિપુટીએ સેરેમનીમાં સાઉથના સ્ટાર રામચરણ સાથે ઓસ્કાર વિનર નાચો-નાચોના ડાન્સ પર પર્ફોમન્સ રજૂ કર્યુ હતું. ખાન ત્રિપુટીના આ પરર્ફોમન્સે સેરેમનીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular