એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંની એક મુકશ અંબાણીના નાના દિકરા અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગના ફંકશન જામનગરમાં ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્ર્વની હસ્તીઓ જામનગરના આંગણે આવી ચૂકી છે. ત્યારે અંબાણી પરિવારે ભાવુક રીતે મહેમાનોનું સ્વાગત કર્યુ. વેલકમ સ્પીચ આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘અતેથી દેવો ભવ’ બધાએ આ પ્રસંગમાં હાજરી આપવા બદલ આભાર મળ્યો હતો. અને તેના પિતા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતાં અને કહ્યું કે, જામનગર એ મારી અને મારા પિતાની કર્મભૂમિ છે. જ્યારે હું અનંતને જોવું છું ત્યારે મારા પિતાની યાદ આવે છે. આ દરમિયાન અનંત અને રાધિકાએ બગ્ગીમાં સવાર થઈ જોરદાર એન્ટ્રી કરી હતી અને ઉપસ્થિત સર્વે મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું. મુકેશભાઈ એ કહ્યું કે, અનંત એટલે જેનો કોઇ અંત નથી તેમજ હું અનંતમાં અનંત શકિત જોઉ છું અને સર્વેને કહ્યું કે આપ સૌ આ જોડાને આશિર્વાદ આપો. પુરા વિશ્ર્વમાંથી મહેમાનો જામનગરના આંગણે આવી ચૂકયા છે. ગઈકાલથી પ્રિ-વેડીંગના ફંકશનની શરૂઆત થઈ ચૂકી છે. દેશ – વિદેશના મહેમાનોનની યાદીમાં નજર કરીએ તો અક્ષય કુમાર, શ્રધ્ધા કપુર, સોનાલી બેન્દ્રે, રાજકુમાર હિરાની, દિશા પટ્ટની, સિધ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વેદાંગ રાયના, ખુશી કપુર, આદિત્યરાય કપુર, રીતેશ દેશમુખ, જેનેલીયા ડીસોઝા, અનન્યા પાંડે, અનિલકપુર, સોનમ કપુર, વરૂણ ધવન, સૈફ અલી ખાન, કરીના કપુર, સારા અલી ખાન, કરીશ્મા કપુર, સુનિલ સેટી, માધુરી દીક્ષિત,શ્રીરામ નેને, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, સુહાના ખાન, અજય દેવગન, જાનવી કપુર, મનિષ મનોત્રા, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી, અનિલ અંબાણી પરિવાર, અર્જુન કપુર, ગ્લોબલ આઈકોન રિહાના, નીતુ કપુર, રાની મુખરજી, રણવીર અને દિપીકા, અર્યાન મુખર્જી, બોની કપુર, ઠાકરે પરિવાર, ઉદ્યોગપતિ સુલેહ શેઠ, જહેરખાન, ઈશાન કિશન, સાઈના નહેવાલ, અમિતાભ બચ્ચન પરિવાર, અનુ મલિક, ઈવાન્કા ટ્રમ્પ, એમ એસ ધોની, સચિન તેંડુલકર, હાર્દિક પંડયા, જાવેદ જાફરી, આદર પુનાવાલા, બીલ ગેટસ, અનુરાગ ઠાકુુર, વાસુદેવ જગ્ગી, જ્હોન અબ્રાહમ, રામચરણ, કેરેન પોલાર્ડ, ઉદીત નારાયણ, સુખવિંદરસીંગ, પ્રીતમ જુકરબર્ગ સહિતના બોલીવૂડ હોલીવુડ સ્ટાર્સ, સીંગર્ચ, ક્રિકેટર, ઉદ્યોગપતિ અને નેતાઓ સહિતનાઓ અઢળક મહેમાનો જામનગરના આંગણે આવી ગયા છે. જ્યારે પોપસ્ટાર રિહાના એ ગઈકાલે આ પરિવારના આંગણે ધમાકેદાર પરફોર્મ કર્યુ હતું. રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે 12 કરોડ રૂપિયાથી લઇને 66 કરોડ રૂપિયા જેટલી ફી વસૂલ કરે છે. જેના પરથી વિચારી શકાય કે અંબાણી પરિવારે આ પ્રિ-વેડીંગ ફંકશન માટે રિહાનાને કરોડો રૂપિયા ચાર્જ કર્યો હશે. જામનગરના આંગણે રેહાનાએ ખૂબ ધૂમ મચાવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. રેહાના જામનગર પહોંચી ત્યારે અંબાણી પરિવારે તેનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ગઈકાલે કોકટેલ પાર્ટીમાં રિહાનાએ શાનદાર પરર્ફોમન્સ આપ્યું. જ્યારે આજે વહેલી સવારે પોતાના દેશ જવા રવાના થઈ ત્યારે લેડી પોલીસ સાથે પોઝ આપ્યો હતો. અને લોકોએ તેની સાદગીના ખૂબ વખાણ કર્યા હતાં. રેહાના સાથે તેનો સામાન પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. રેહાનાનો સામાન કોઇ કારમાં નહીં પરંતુ ટ્રકમાં લોડ થયો હતો. તેનો આ સામાન જોઇને લોકો દંગ રહી ગયા હતાં. જ્યારે રેહાનાએ ભારતીય સંસ્કૃતિ મુજબના પહેરવેશથી લોકોમાં આકર્ષક જમાવ્યું હતું. તો વળી તેના પરર્ફોમન્સના વાયરલ વીડિયો એ સમગ્ર વાતાવરણને થનગનતુ કરી દીધું હતું. આમ ઈતિહાસમાં પ્રથમ વખત વિશ્ર્વ કક્ષાની સ્ટાર દ્વારા જામનગરના આંગણે રેહાના દ્વારા અદભૂત પરર્ફોમન્સ થયું હતું. જેની સમગ્ર વિશ્ર્વમાં ચર્ચા છે. અંબાણી પરિવારના આંગણે અનંત રાધિકાના આ પ્રિ-વેડિંગ ફંકશનમાં લોકો માટે યાદગાર બની રહેશે.
પ્રિ-વેડિંગમાં અનંત અને રાધિકાની બગ્ગીમાં શાનદાર એન્ટ્રી : મુકેશ અંબાણીની વેલકમ સ્પીચ અને રેહાનાનું શાનદાર પરર્ફોમન્સ
હું અનંતમાં અનંત શક્તિ જોઉ છું : મુકેશ અંબાણી