રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે જામનગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે. ત્યારે એરપોર્ટ પર તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ચીફ સેક્રેટરી રાજકુમારનું પણ આગમન થયું હતું.
તેમના સ્વાગતમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી. કે. પંડયા, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઇ મુંગરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.