મદદનીશ નિયામક રોજગારની કચેરી, જામનગર દ્વારા દર વર્ષે વડી કચેરી ગાંધીનગરની સુચના અનુસાર સંરક્ષણ દળની ભરતી પૂર્વેના સ્વામી વિવેકાનંદ લેખિત અને શારીરિક પરીક્ષાની તાલીમ આપવા અર્થેના નિવાસી તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. મદદનીશ નિયામક રોજગારની કચેરી જામનગર દ્વારા વર્ષ- 2023 દરમિયાન સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ દળની વિવિધ પ્રકારની કસોટીઓ પાસ કરીને 9 ઉમેદવારોએ સંરક્ષણની વિવિધ જગ્યાઓ ઉપર પસંદ થઈને સમગ્ર જામનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યને તેમજ ભારતવર્ષને ગૌરવ અપાવ્યું છે. આ ઉમેદવારો ભવિષ્યમાં વિવિધ જગ્યાએ પોસ્ટીંગ પૂર્વેની તાલીમ લીધા બાદ ભારત દેશની વિવિધ જગ્યાએ સેવા આપીને રક્ષા કરશે.
જેમાં વસરા હેમંત, વસરા નરેન્દ્ર, વસરા ભાવેશ, મોઢવાડિયા સુનીલ, ગોહિલ લક્કીરાજસિંહ, જોષી કપિલ, જોષી કેવલ, જાડેજા યશરાજસિંહ- આ સર્વે ઈન્ડિયન આર્મીની જુદી- જુદી જગ્યાઓ ઉપર પસંદગી આપ્યા છે. તેમજ વાઘ મહેશની આસામ રાઈફલમાં પસંદગી કરવામાં આવી છે. જે ભવિષ્યમાં વિવિધ સ્થળોએ સેવા આપીને દેશની રક્ષાનું કાર્ય કરશે. મદદનીશ નિયામક રોજગાર સરોજ સાંડપા તેમજ સમગ્ર સ્ટાફગણ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જામનગર જિલ્લાના 17 થી 23 વર્ષના ઉમેદવારો ભવિષ્યમાં આવનારા સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગમાં જોડાઈને સંરક્ષણ દળમાં પસંદ થઈને દેશની સેવામાં ફરજ બજાવે અને દરેક ઉમેદવારો આગામી સંરક્ષણદળની વિવિધ ભરતીઓમાં સહભાગી થઈને કારકિર્દી બનાવી શકે છે. તેમ મદદનીશ નિયામક રોજગાર સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.