પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓખા-બેટને જોડતાં સુદર્શન સેતુ (સિગ્નેચર બ્રિજ)ના લોકાર્પણ માટે તા. 25મીએ દ્વારકા આવી રહ્યાં છે. તે પહેલાં તા. 24મીએ તેઓ જામનગર સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. પ્રધાનમંત્રીની આ જામનગરની મુલાકાત દરમિયાન તેઓ રાત્રે 9 વાગ્યા આસપાસ જામનગર શહેરમાં રોડ-શો કરશે. સંભવત: એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગની બંને તરફ ઉપસ્થિત લોકો અને પક્ષના કાર્યકરોનું તેઓ અભિવાદન ઝિલશે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર પ્રધાનમંત્રીનો કાફલો ખૂબ જ ધીમી ગતિએ પસાર થાય અને લોકો તેમની નિહાળી શકે. તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. સર્કિટ હાઉસને સંપૂર્ણપણે એસ.પી.જી. હવાલે કરી દેવામાં આવ્યું છે.