Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગઈકાલે પવનની ગતિ વધતા વાહનચાલકો પરેશાન

જામનગરમાં ગઈકાલે પવનની ગતિ વધતા વાહનચાલકો પરેશાન

પવનની ગતિ 30 થી 40 કિ.મી./ક. રહી : લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ સ્થિર થતા ઠંડીમાં આંશિક રાહત

જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી શહેરીજનોને ઠંડીમાં થોડી રાહત મળી છે. આમ છતાં ગઈકાલે સોમવારે તીવ્ર પવનને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અચાનક વધેલા પવનની ગતિ 30 થી 40 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જેથી માર્ગો પર વાહનચાલકોને વાહન ચલાવવામાં પરેશાની થઈ હતી. તેમજ ભારે પવનને કારણે ધુળો ઉડી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં ગત સપ્તાહ દરમિયાન ઠંડીનો બીજો રાઉન્ડનો ચમકારો જોવા મળ્યા બાદ છેલ્લાં બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ સ્થિર થતા શહેરીજનોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. જામનગરના કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી, લઘુતમ તાપમાન 19 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાયું હતું. લઘુતમ તાપમાનનો પારો 19 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનોને ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. દિવસ દરમિયાન ગરમી અને વહેલીસવારે રાત્રિના થોડીઘણી ઠંડીને પરિણામે મિશ્ર ઋતુનો શહેરીજનો સામનો કરી રહ્યા છે.

મિશ્ર ઋતુને પરિણામે વાયરલ રોગચાળાના કેસો વધી રહ્યા છે. તાવ શરદી ઉધરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. હોસ્પિટલોમાં તાવ-શરદી-ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઠંડીનું પ્રમાણ ઘટતા ઘરોમાં પંખા ફરી શરૂ થઈ ચૂકયા છે. ખાસ કરીને દિવસ દરમિયાન ઘરોમાં લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ ગઈકાલે સોમવારે અચાનક પવનની ગતિ વધી હતી. પવનની ગતિ 30 થી 40 કિ.મી. પ્રતિકલાક રહેતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular