સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજારમાં ફરી એકવાર કડાકો બોલાઈ ગયા બાદ થોડી રિકવરી જોવા મળી હતી. અમેરિકામાં ગઇકાલે જાહેર થયેલાં મોંઘવારીના આંકડાએ બજારનો મૂડ ખરાબ કર્યો હતો.
બજાર ખુલતાની સાથે જ બજારના બંને ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુનો કડાકો બોલાયો તો બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટીમાં પણ 21,600થી નીચે ટ્રેડ થઇ રહી છે. આ દરમિયાન આરબીઆઈની કડકાઈનો સામનો કરી રહેલી ફિનટેક ફર્મ પેટીએમના શેરમાં આજે પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઙફુળિં ની પેરેન્ટ કંપની One97 Communicationનો શેર 9 ટકાથી વધુ ઘટીને નવા નીચા સ્તરે આવી ગયો છે.બીએસઇ સેન્સેક્સ મંગળવારે 71,555.19 ના સ્તર પર બંધ થયો હતો, પરંતુ બુધવારે તે 500થી વધુ પોઈન્ટ્સ ઘટીને 71,035 ના સ્તર પર ખુલ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં આ ઘટાડો વધીને 600 પોઈન્ટ થઈ ગયો હતો.