કાલાવડ રોડ પર સપડા ગામની ગોલાઈ નજીકથી 50 વર્ષના પૂરૂુષે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે ઠોકરે લઇ ગંભીર ઈજા પહોંચાડતા મોત નિપજ્યું હતું. પોલીસે વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-કાલાવડ રોડ પર સપડા ગામ નજીક આવેલી ગોલાઈ પરથી મંગળવારે વહેલીસવારના સમયે આશરે 55 વર્ષનો પુરૂષ પસાર થતો હતો તે દરમિયાન પુરઝડપે બેફીકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહનચાલકે પુરૂષને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો સી.એચ.જાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અને મૃતકની ઓળખ મેળવવા તથા અકસ્માત નિપજાવનાર વાહનચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.