જામનગર જિલ્લાના લાલપુર ગામમાં ગઈકાલે રાત્રિના સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેના કાફલા સાથે પહોંચ્યા હતાં જ્યાં શહેરના ચાર થાંભલા નજીક આવેલા બાંધણી કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્ર વિશે જાણકારી મેળવી હતી. લાલપુર જેવા નાના ગામમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આવેલા નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રના મહિલાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને કેન્દ્રમાં કઇ રીતે બાંધણીની કામગીરી કરવામાં આવે છે તે અંગેની વિગતો મેળવી હતી. નાના એવા ગામમાં નીતા અંબાણીના કાફલાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું લોકો પણ સેલ્ફી લેવા માટે ઉમટી પડયા હતાં.