ખંભાળિયામાં બેઠક રોડ ઉપર રાજપૂત સમાજની વાડીની સામે રહેતી અને રાજેશભાઈ કણજારીયાની 26 વર્ષની પરિણીત પુત્રી પૂજાબેન અતુલભાઈ નકુમને તેણીના લગ્ન જીવન દરમિયાન અત્રે ધરમપુર વિસ્તારમાં રહેતા તેણીના પતિ અતુલ અશ્વિનભાઈ નકુમ, સસરા અશ્વિનભાઈ રામજીભાઈ નકુમ, સાસુ સવિતાબેન તથા નણંદ હેતલબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મુકતા આ અંગે તમામ ચાર સાસરિયાઓ સામે અહીંના મહિલા પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.