ખંભાળિયામાં રહેતા કવિબેન ધીરજલાલ પાબારી પાસેથી ભાયાભાઈ લખમણભાઈ બેલાએ હાથ ઉછીના રકમ પેટે ભાઈ-બહેનના સંબંધના દાવે રૂપિયા 19,50,000 લીધા હતા. વીસ દિવસની મુદતે લેવામાં આવેલી રૂપિયા સાડા 19 લાખની રકમના સામે આરોપી દ્વારા એસ.બી.આઈ.નો ચેક આપવામાં આવ્યો હતો ચેક બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થતા ફરિયાદી દ્વારા ખંભાળિયાની અદાલતમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ ખંભાળિયાના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ પ્રતીક જોશી દ્વારા હાઇકોર્ટના ચુકાદાઓ સાથેની રજૂઆતો કરવામાં આવતા અદાલત દ્વારા આરોપીને બે વર્ષની સાદી કેદી કેદ રૂા. 5,000 નો દંડ તેમજ ફરિયાદીને રૂપિયા સાડા 19 લાખ પુરા વળતર પેટે ચૂકવવા માટેનો હુકમ કર્યો છે. જો આરોપી વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરીકે એડવોકેટ પ્રતીક એમ. જોશી રોકાયા હતા