કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવજીભાઈ જેઠાભાઈ નકુમ નામના 47 વર્ષના દલવાડી યુવાન ઉપર આ જ વિસ્તારમાં રહેતા લખમણભાઈ પમાભાઈ નકુમ, ગોવિંદ ડાયાભાઈ ડાભી અને મનસુખભાઈ દામાભાઈ નકુમ નામના ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, પથ્થરના ઘા મારીને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી દેવજીભાઈના મોટાભાઈએ આરોપીઓ તેઓની માલિકીની જમીનમાંથી ન ચાલે તે માટે કલ્યાણપુર કોર્ટમાં દાવો કર્યો હોય, જે વાતનો ખાર રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.