Friday, December 27, 2024
Homeરાજ્યપોરબંદરનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ખંભાળિયામાંથી ઝડપાયો

પોરબંદરનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ખંભાળિયામાંથી ઝડપાયો

- Advertisement -

ખંભાળિયામાં ચાર રસ્તા વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેન બસેરા પાસેથી જી.જે. 25 કે 1482 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા પોરબંદર તાલુકામાં કુંભાર વાડો, ચુનાની ભઠ્ઠી પાસે રહેતા અસગર ઉમર સેતા નામના શખ્સને અટકાવીને પૂછપરછ કરવામાં આવતા તેની પાસે રહેલું ઉપરોક્ત મોટર સાયકલ તેણે પોરબંદરમાંથી ચોરી કર્યું હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.

- Advertisement -

આથી પોલીસે રૂપિયા 25,000 ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો પોરબંદર પોલીસની સોપ્યો હતો. આ સમગ્ર કામગીરી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular