Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બેડીમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગરના બેડીમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

શહેર અને જિલ્લામાંથી વધુ એક ગાંજાનું વેંચાણ કરતા શખ્સને દબોચ્યો: એસઓજી દ્વારા 500 ગ્રામ ગાંજો અને મોબાઇલ કબ્જે : સુરતના શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાંથી અવાર-નવાર બેરોકટોક નશીલા પદાર્થનું વેંચણ કરાતું હોવાની ઘટનાઓ સતત બનતી રહે છે. દરમિયાન એસઓજીની ટીમે જામનગરના બેડી વિસ્તારમાંથી 500 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા સુરતના શખ્સનું નામ ખૂલ્યું હતું. જેના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગરના સંવેદનશીલ દરિયાકિનારેથી નશીલા પદાર્થનું હેરાફેરી અને ઘૂષણખોરી કરાતી હોય છે. દરમિયાન હાલારના સંવેદનશીલ વિસ્તારોમાંથી અનેક વખત નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે. તેમજ જામનગર શહેર અને જિલ્લામાં પણ બેરોકટોક નશીલા પદાર્થનું વેંચાણ કરાતા સ્થળે પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં નશીલાા પદાર્થનું વેંચાણ અટકતું નથી. દરમિયાન એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચાૌધરી તથા પીએસઆઈ એમ.એમ. ઝેરના નેજા હેઠળ ટીમ દ્વારા બેડીના રામ મંદિર ચોકમાંથી ગાંજાનું છુટક વેંચાણ કરવા માટે આવેલા સલીમ સીદીક સુંભણિયા (રહે. ધરારનગર- જામનગર) નામના શખસને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.5000 ની કિંમતનો 500 ગ્રામ ગાંજાનો જથ્થો અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા.10 હજારના મુદ્દામાલ સાથે સલીમની ધરપકડ કરી હતી.

એસઓજીની ટીમે સલીમની પૂછપરછ હાથ ધરતા આ ગાંજાના જથ્થામાં સુરતનો મુકેશ ઉર્ફે ભાઈ નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સુરતના શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular