દેશમાં મોંઘવારીને લઇને આરબીઆઇની ચિંતા યથાવત રહી છે. આરબીઆઇ ગવર્નર શશીકાંત દાસાએ આજે મોનિટરી પોલિસીનો નિર્ણય જાહેર કરતાં સતત છઠ્ઠી વખત રેપોરેટ 6.5 ટકા પર યથાવત રાખ્યા છે. બીજી તરફ આરબીઆઇ ગવર્નરે જણાવ્યું છે કે, મોંઘવારીના દરમાં ઘટાડો થઇ રહ્યો છે તે સારા સંકેત છે પરંતુ આરબીઆઇનું લક્ષ્યાંક ફૂગાવાને 4 ટકા સુધી લાવવાનો છે. નાણાંકિય વર્ષ 2024માં ફુગાવો પાંચ ટકાએ રહેવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. બીજી તરફ દેશનો આર્થિક વિકાસ મજબૂત સ્થિતિમાં છે. નાણાંકિય વર્ષ 2025માં દેશની જીડીપી વૃધ્ધિદર 7 ટકાથી વધીને 7.15 ટકા રહેવાનું અનુમાન પણ આરબીઆઇ દ્વારા વ્યકત કરવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.
ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ 6.25 ટકા પર સ્થિર છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટ બાદ RBI MPCની આ પ્રથમ બેઠક છે.