કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા કરણ વીરાભાઈ ગઢવી નામના 22 વર્ષના યુવાને તળાવની પાળ પાસે આવેલી માલધારી હોટલના ટેબલ ઉપર રાખવામાં આવેલો રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા 3,000 રોકડા મળી કુલ રૂપિયા 13,000 નો મુદ્દામાલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.