જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર લૈયારા ગામ નજીકથી પસાર થતા જામનગરના બાઇકચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બાઇક સ્લીપ થવાથી માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યાની ઘટનામાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્ર્વર કાપડ મીલની ચાલી વિસ્તારમાં રહેતો અને સેન્ટીંગ કામની વિમલભાઇ કિશોરભાઇ પરમાર (ઉ.વ.28) નામનો યુવાન ગત તા.26ના રોજ રાત્રિના સમયે રાજકોટ ઉર્ષના કાર્યક્રમમાં જતો હતો તે દરમ્યાન અન્ય યુવાનો સાથે બાઇક પર ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીક પહોંચ્યા તે સમયે યુવાનો બાઇક ફુલ સ્પીડમાં ચલાવી રેસ કરી રહ્યાં હતાં ત્યારે વિમલ પરમારે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા વિમલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પી.એસ.આઇ. પી. જી. પનારા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઇ રવિના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.