આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેની પૂર્વ રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઈરામ દવેનો લોક ડાયરો યોજાયો હતો જેમાં શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, અને ભગવાન શ્રીરામ ની ગાથા, ભજન, અને કથન વગેરે સાંભળીને મંત્રમુગ્ધ બન્યા હતા.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં યોજાયેલા લોક ડાયરાના કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, દક્ષિણ 79-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી,મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલશ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેન મનીષ કનખરા, જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી,એડવોકેટ અશોકભાઈ નંદા, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા તથા અન્ય કોર્પોરેટરો, તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકસાહિત્યકાર સાઈરામ દવેએ ભગવાન શ્રીરામ ની ગાથા, ભજન, અને કથનો રજૂ કરીને અનેક શ્રોતા સ્વરૂપના રામ ભક્તોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. રામ મંદિર આંદોલન સમયે અયોધ્યામાં અગાઉ કાર સેવામાં ઉપસ્થિત રહેલા રામ ભક્તો,કારસેવકો એડવોકેટ દિનેશભાઈ વ્યાસ, મિલનભાઈ મોદી, રમેશભાઈ કનખરા સહિતના અનેક કારસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.