જામનગરમાં ગુરૂદ્વારા ખાતે ગુરૂ સિંઘ સભામાં ગુરૂ ગોબિંદસિંઘની 358મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત આજે સવારે નગરકિર્તન તેમજ ગુરૂ ગોબિંદ સિંઘજીની પ્રતિાને ફુલહાર કરવામાં આવ્યાં હતાં.
જામનગર ખાતે ગુરૂ સિંઘ સભામાં ગુરૂ ગોબિંદ સિંઘજીની 358 મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે 8 વાગ્યે ગુરૂદ્વારાથી જી. જી. હોસ્પિટલ સુધી નગર કિર્તન રૂપે જઈને ગુરૂ ગોબિંદસિંઘજીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું હતું. જેમાં જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દિપકભાઈ તિવારી, ડીન ડો. નંદની દેસાઈ,ડો. વસાવડા તથા હોસ્પિટલના સ્ટાફ અને એકસ આર્મીમેન અને ગુરૂદ્વારાની અંગતની હાજરીમાં હોસ્પિટલ ખાતે દર્દીઓને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. ગુરૂદ્વારા ખાતે સેજ પાઠજીની સમાપ્તી કરવામાં આવી હતી. ત્યારબાદ શબ્દ કિર્તન યોજાયું હતું. પંજાબથી વિશેષ રૂપથી પધારેલા જ્ઞાનિ પ્રિતપાલ સિંઘ અને ભાઈ મહોર સિંઘજીએ કથા, શબ્દ કીર્તન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ગુરૂદ્વારા ખાતે જોડાયા હતાં. અને ગુરૂ કા લંગરનો લાભ લીધો હતો.