જામનગર શહેરના બસ સ્ટેન્ડ પાસે કચ્છ જિલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઈંગ્લીશ દારૂમાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે દબોચી લઇ કચ્છ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, કચ્છ પશ્ર્ચિમ જિલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં નોંધાયેલા ઈંગ્લીશ દારૂના કેસમાં જામનગરના રણજીતસાગર રોડ પર નાનકપુરી વિસ્તારમાં રહેતો રાહુલ ઉર્ફે તરૂણ રાજેશ ખતવાણી નામનો શખ્સ નાસતો ફરતો હતો અને આ નાસતા ફરતા શખ્સ અંગેની ધર્મેન્દ્ર વૈષ્ણવ, લખધિરસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, કરણસિંહ જાડેજા, મહિપાલ સાદીયાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ ડી એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે. મીયાત્રા તથા સ્ટાફે એસ. ટી. બસ સ્ટેન્ડ પાસેથી રાહુલ ઉર્ફે તરૂણ નામના નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ કચ્છ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.