Saturday, December 6, 2025
Homeરાજ્યVideo : ખંભાળિયાના જાહેર માર્ગ પર વીજ વાયરમાં જુઓ કડાકા ભડાકા

Video : ખંભાળિયાના જાહેર માર્ગ પર વીજ વાયરમાં જુઓ કડાકા ભડાકા

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા એક માર્ગ પર રહેલા વીજ પોલ પરથી શોર્ટ સર્કિટ જેવો જીવંત વીજ વાયર માર્ગ પર પડતાં થોડો સમય ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.

- Advertisement -

ખંભાળિયામાં પોસ કોમર્શિયલ વિસ્તાર જોધપુર ગેઈટ નજીક આવેલી એક હોસ્પિટલની સામે રહેલા વીજ પોલ પર એકાએક સ્પાર્ક થતો જોવા મળ્યો હતો. આકાશ પરની આતશબાજી જેવા આ સ્પાર્કિંગ વચ્ચે એકાએક જીવંત વાયર રોડ પર પડ્યો હતો અને આગનું છમકલું જોવા મળ્યું હતું. આ બનાવથી થોડો સમય સ્થાનિક દુકાનદારો, વાહન ચાલકોમાં ભય સાથે દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ તંત્રને જાણ કરવામાં આવી હતી. સદભાગ્યે કોઈ મોટી જાનહાની થાય તે પૂર્વે પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular