જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન જેરામ સામત પરમાર નામના શખ્સ અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.11,120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.02 માં જાહેરમાં રૂપિયાનો સીક્કો ઉછાળી કાટછાપનો જૂગાર રમતા મહેશ ઉર્ફે બાબુ અમરશી ધવલ, આમીન અબ્બાસ સુંભણિયા, કમલેશ બાબુ મકવાણા નામના ત્રણ શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.6061 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં જાહેરમાં સીક્કો ઉછાળી કાટછાપ રમતા સુનિલ રમેશ ગુજરીયા, પંકજ મોહન પરમાર નામના બે શખ્સોને રૂા.2451 ની રોકડ રકમ સાથે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.